ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી થઇ ચોમાસાની વિદાય, હજી આ વિસ્તારોમાં વરસાદની આગાહી

આ વખતે રાજ્યભરમાં સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે.

ચોમાસાની વિદાય ભરૂચ સુધી પહોંચી છે જેના કારણે ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાએ અધિકારીક રીતે વિદાય લીધી છે. પરંતુ હજી વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

પાંચ દિવસ કેવું રહેશે હવામાન

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ ચોમાસા અંગે વાત કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સુકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ છે. જેથી ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ પણ વરસી શકે છે.

રાજ્યનાં દક્ષિણ ભાગમાં ભેજનું પ્રમાણ છે જ્યારે ઉત્તર ગુજરાત ડ્રાય થઇ ગયુ છે. રાજ્યમાં ભેજના કારણે વાદળ બનીને એકાદ જગ્યાએ વરસાદ થઇ શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે.
ચોમાસાની વિદાયની લાઇન હાલ ભરૂચ પાસે છે. જેથી ભરૂચની ઉપરના તમામ જિલ્લાઓમાંથી વરસાદની વિદાય થઇ ગઇ છે.’

ક્યાં વરસી શકે છે વરસાદ

તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘વરસાદની વાત કરીએ તો, રાજ્યના દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની આગાહી છે.
તાપમાન કેવું રહેશે?

ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, હાલ રાજ્યના દરિયાકાંઠા સિવાયના વિસ્તારોમાં 34થી 35 ડિગ્રી તાપમાન રહે છે. જેમાં આગામી પાંચ દિવસોમાં વધારે વધારો થવાની શક્યતા નથી પરંતુ એક બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આ વખતે રાજ્યમાં વરસાદની વાત કરીએ તો સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 27 ટકા વધારે વરસાદ થયો છે.

*(સોર્સ- gujarati.news18.com)

આ પણ વાંચો : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે : PM કિસાન 2022 ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ અહીં ક્લિક કરી.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો