ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે.

meteorological department, RAIN FORECAST, RAIN IN GUJARAT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન આગાહી, હવામાન વિભાગ

ગુજરાતમાં ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક ગુજરાત  માટે ભારે હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. તો આગામી 24 કલાક ભારે વરસાદ  પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસશે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમના કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફુંકાવાની શક્યતા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
પાટણમાં પણ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક ગુજરાત માટે ભારે હોવાનું માનવામાં આવી રહ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 
પાટણમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી