ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 69 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય રાજસ્થાન પાસે એક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જોકે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 69 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં બુધવારના બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ધાનેરામાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે શહેરમાં ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતાં. ધાનેરા- ડીસા રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ભાવનગરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રોડ- રસ્તા પર પાણી વહેતા થયા હતા.  ભારે વરસાદના કારણે શહેરના કુંભારવાડા, કાળિયાબીડ, વિરાણી સર્કલ, વડવા વિસ્તાર, પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

વરસાદના કારણે આજે બનાસકાંઠાના અંબાજી પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો છે. આબુ-અમદાવાદ હાઈવે માર્ગ પાણી પાણી થયો છે.
બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકી દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે હાઇવે માર્ગ સ્વીમીંગ પુલમાં ફેરવાયો છે અને વાહન વ્યવહારને અસર થઈ છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
AgroBhai હોમ પેજ અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો