રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, મહેસાણા, ભરૂચ ,સુરતમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અરવલ્લી, આણંદ, વડોદરા, વલસાડ, દમણ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો