ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, 17મી તારીખ બાદ વરસાદનું ઘટશે જોર.

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને વરસાદી ટર્ફ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 17મી તારીખ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસ વરસાદ

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ થશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જણાવ્યુ કે, બીજા દિવસે પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં કેવો રહેશે વરસાદ?

સૌરાષ્ટ્ર કચ્છમાં ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે સૈરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો
સોના & ચાંદીના  ભાવ અહીં ક્લિક કરો.
આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે. અહીં ક્લિક કરો.

પહેલા અને બીજા દિવસે દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર અંગે વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદ વરસી શકે છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો