હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી, જાણો અત્યારસુધી કેટલો વરસાદ પડ્યો

અમદાવાદ : ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 69 ટકાથી વધારે વરસાદ ખાબકી ગયો છે. છેલ્લા 10-15 દિવસમાં વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે.

બીજી તરફ હવામાન વિભાગ  અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈ થી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી એ જણાવ્યું હતું કે, “આગામી પાંચ દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે,
જેમાં બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે. બાકીના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે.

હાલ મધ્ય રાજસ્થાનમાં એક સર્ક્યુલેશન છે, જેના પગલે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આવતીકાલ 28 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થશે. 29 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં વધારે ઘટાડો નોંધાશે.
અંબાલાલ પટેલની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદનો યોગ રહેશે.  અંબાલાલ પટેલે પણ 27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમ જણાવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બીજી ઓગસ્ટ થી ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદનો યોગ છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
AgroBhai હોમ પેજ અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર