હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ

રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.75 ટકા વરસાદ (Gujarat rainfall data) નોંધાયો છે. હવે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે, વરસાદે વિરામ લેતાની સાથે જ બફારાનું પ્રમાણ અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.
જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થયો હતો. સતત વરસાદ બાદ હવે ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે કે વરસાદ થોડો સમય માટે વિરામ લે. કારણ કે પાકની વૃદ્ધિ માટે ઉઘાડ નીકળે તે જરૂરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી એટલે કે 28 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. જોકે, આ દરમિયાન વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે.
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતી એ જણાવ્યું છે કે, “આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યમાં સામાન્ય અને છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત છે. 29 જુલાઈ પછી સામાન્ય વરસાદ રહેશે. વરસાદનું પ્રમાણ ઘટતા ગરમી અને બફારામાં વધારો થશે. 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો નોંધાશે. તાપમાન વધીને 34 ડિગ્રી સુધી જઇ શકે છે. જે બાદમાં આગામી 2 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.
અંબાલાલ પટેલની આગાહી

 

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં 4 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
AgroBhai હોમ પેજ અહીં ક્લિક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર