ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખો જાહેર, જાણો ક્યારે મતદાન, ક્યારે પરિણામ

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે.

ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર, 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તો 9 જૂન સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે. 22 જૂને મતદાન થશે અને 25 જૂને મત ગણતરી કરવામાં આવશે.