બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી, જુઓ કઇ-કઇ બેઠક માટે કયા તબક્કામાં યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, સોરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાં 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કામાં મતદાન, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કામાં મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે 

સોરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાં 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કામાં મતદાન
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કામાં મતદાન

પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર

બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. 
મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે.

આ પણ વાંચો: ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય જાણો અહીંથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે  છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી  ઉમેદવારી પરત ખેંચી શકાશે.
પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 

કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ

બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
AgroBhai હોમ પેજ અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર