મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ગુજરાતમાં : 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે ચૂંટણી પંચ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગ્રહ કરી રહ્યું છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે બીજા વિસ્તારોમાં મતદાન યોજાશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના દિવસે એટલે કે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો આજે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો.

પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન માટે 19 જિલ્લામાં રજા જાહેર; 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન માટે 14 જિલ્લામાં રજા જાહેર : વધુ મતદાન થાય તે માટે સરકારે નિર્ણય લીધો
મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા

ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ એક્ટ-2019) અંતર્ગત નોંધાયેલી સંસ્થાઓ વિધાનસભાના મતવિસ્તારની સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા જાહેર કરી છે.

આ પણ વાંચો : 50,000 રૂપિયાની લોન મોબાઈલ થી ઓનલાઈન અરજી કરી લોન મેળવો વધુ અહીં ક્લિક કરો

કર્મચારીઓને ચાલુ પગારે રજા આપવામાં આવશે. આ જોગવાઈ અનુસાર રોજમદાર/કેઝ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા મળશે અને તેઓ વેતનના હકદાર રહેશે.
જે કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે, તેવું શ્રમ આયુકતની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે નેતાઓ પણ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો આગ્રહ કરતા હોય છે.

અહીં ક્લિક કરો
રજા નો પરિપત્ર જોવા માટે  અહી કિલક કરો
અન્ય માહિતી માટે  અહી કિલક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.