Gay Sahay Yojana 2022 – Ikhedut Portal | દેશી ગાય સહાય યોજના

iKhedut Portal Registration 2022 | પશુ  સહાય યોજના | Cow Sahay Yojana Gujarat | Desi Gir Gay Sahay Yojana | Gay Sahay Yojana 2022

ગાય સહાય યોજના Gay Sahay Yojana Gujarat 2022 : ગુજરાત સરકારે 2020 માં ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ગાય આધારિત ખેતી કરતા ખેડૂતને રૂ. 900 દર મહિને. સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ અંતર્ગત ગાય આધારિત ખેતી કરતા તમામ ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી દર મહિને 900 રૂપિયા મળે છે.

યોજનાનુંનામ Gay Sahay Yojana 2022
ઉદ્દેશ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય  
તે હેતુથી યોજના અમલી બનાવેલ
લાભાર્થી ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો
સહાયની રકમ ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય આપવામાં આવશે. આ સહાય રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.

દેશી ગાય સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

➤આ યોજના હેઠળ અરજી મંજુરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.

➤દર ત્રણ માસે ગાયના ટેગ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.

➤લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.

➤જે લાભાર્થીઓએ દેશી ગાય સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલૂમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.

દેશી ગાય સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

➤લાભાર્થી ખેડૂત પાસે ikhedut Portal 8-a અને 7/12 ની નકલ

➤આધારકાર્ડની નકલ

➤જો ખેડૂત એસ.ટી અને એસ.સી હોય તો સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

➤રેશનકાર્ડની નકલ

➤દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

➤ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર

➤દેશી ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.

➤આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી

➤બેંક ખાતાની નકલ

➤સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી વિગતો

➤દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

દેશી ગાય સહાય યોજના માટે ઓનલાઇન આવેદન કરો

દેશી ગાય સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો ikhedut portal પરથી Online Application કરવાની રહેશે. આ સહાય માટે ખેડૂતો નજીકના CSC સેન્‍ટર પરથી, પોતાના ગ્રામ પંચાયત ખાતેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે. ખેડૂતોઘરે બેઠા જાતે પણ Online Application કરી શકે છે.

➤પ્રથમ Google Chrome ખોલીને ikhedut ટાઈપ કરવાનું રહેશે.

➤જ્યાં Ikhedut Portal ની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.

➤હવે Khedut Website ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.

➤Yojana પર ક્લિક કર્યા બાદ અન્ય યોજનાઓ પર નંબર-1 ’આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.

➤હવે નવુ પેજ ખૂલશે જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના (2022-23)’ ની સામે અરજી કરો પર Click કરવાનું રહેશે.

➤જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.

➤ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.

➤લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

➤ત્યારબાદ નવી અરજી કરવા ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.

➤અરજદાર દ્વારા સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.

➤ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે.

➤એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિંતેની નોંધ લેવી.

➤છેલ્લે, ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.