આ વખતે ઠંડીનું પ્રમાણ ઓછું છે. જોઇએ તેટલી ઠંડી હજુ શરૂ થઇ નથી. જેથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.
છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. એક તરફ શિયાળો શરુ થઇ ગયો હોવાથી ખેડૂતો ઘઉંના પાકનું વાવેતર કરી દીધુ હતુ.
જો કે બીજી તરફ બેવડી ઋતુનો અનુભવ અને આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની શક્યતા નહીં હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઠંડી નહીં પડવાને કારણે ખેડૂતોને ઘઉંના પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે.
તમારા કામનું : તમારા ગામનો નકશો જુઓ તાલુકા અને જીલ્લા પ્રમાણે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો |
આ વખતે ઠંડીનું પ્રમાણ ઓછું છે. જોઇએ તેટલી ઠંડી હજુ શરૂ થઇ નથી. જેથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. પરંતુ ઘઉંના પાક માટે જેટલી ઠંડી જોઇએ તેટલી ઠંડી હજુ પડી નથી. જેથી પાક બગડે નહીં તેવી ચિંતા ખેડૂતોને થઇ રહી છે.
મહત્વનું છે કે, આ વર્ષે વરસાદ સારો થયો. તેથી ખેડૂતોને આશા હતી કે, આ વખતે ઘઉંના પાકને કોઇ અડચણ નહીં ઉભી થાય. પરંતુ હવે ઠંડી ઓછી થતા ખેડૂતોની આશા પર પાણી ન ફરી જાય તેવી ચિંતા વર્તાઇ રહી છે.
ઠંડી ઓછી, ખેડૂતોની ચિંતા વધી !
કારતક માસમાં ઘઉંનું વાવેતર થતું હોય છે અને માગશર માસ સુધી ઘઉંના છોડનો વિકાસ થતો હોય છે. માગશર માસમાં પૂરતા પ્રમાણમાં ઠંડી પડે છે, એટલે ઘઉંના પાકને ઠંડી અને પાણી મળી રહે એટલે એનો વિકાસ થાય છે.
પરંતુ આ વર્ષે હજુ પણ ઠંડીનું પ્રમાણ નહીવત હોવાથી ઘઉંના પાકને નુકસાન થવાની દહેશત છે અને જો ઘઉંનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને પણ નુકસાન થાય.
તમારા કામનું : મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીંયા ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
અહીં ક્લિક કરો | |
અન્ય માહિતી માટે | અહી કિલક કરો |
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી