ખેડૂતો, ખેતીનાં કામો વહેલાં પતાવી દેજો, આવી રહ્યો છે નવો વરસાદ રાઉન્ડ, જાણો કયારે?

છેલ્લે બંગાળની ખાડી માંથી સર્જાયેલ લો-પ્રેશર મધ્યપ્રદેશ-રાજસ્થાન ઉપર પહોંચી નબળી પડી ચૂકી છે, જેમને કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો નોંધાયેલ છે.
આવારાપ નીકળતા ખેડૂતો ખેતીના કામો કરી રહ્યા છે ત્યારે તેમને જણાવવાનું કે વહેલી તકે ખેતીના કામો પતાવી દેજો કેમ કે ફરીથી એક બહોળું સર્ક્યુલેશન સર્જાશે જેમને કારણે ભારે થી અતિભારે વરસાદ ગુજરાતમાં પડશે.
ગુજરાતમાં 23 જુલાઈએ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી એક મોટું બહોળું સર્કયુલેશન બનશે અને આ સર્ક્યુલેશન 24 તારીખથી રાજસ્થાનથી નીચે ગુજરાત નજીક આવે તેવી સંભાવનાઓ રહેલી છે.

જેમને કારણે ગુજરાતમાં 25થી લઈને 27 જુલાઈ સુધી ફરી એક વરસાદનો નાનો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા વેધર મોડલ મુજબ જણાઈ રહી છે.
આ બહોળા સર્ક્યુલેશનની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહે તેવું હાલ ગ્લોબલ મોડલ મુજબ જણાઈ રહ્યું છે. 

જિલ્લા મુજબ માહિતી :- સંપૂર્ણ કચ્છ જિલ્લો જેમાં બનાસકાંઠા લાગુ વિસ્તાર કચ્છમાં વધારે, બનાસકાંઠા સાબરકાંઠા, પાટણ મહેસાણા, મોરબી લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી છે.

આ પણ વાંચો :

 

જ્યારે એમને લાગુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા ગણવી. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સામાન્ય હળવા ઝાપટા નોંધાશે ભારે વરસાદની શક્યતા નથી.
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર