ખેડૂતો કઇ રીતે ઓળખશે બિયારણ નકલી છે કે અસલી, જાણી લો આ બાબતો

હાલ નકલી બિયારણનો રાફડો ફાટ્યો છે. ત્યારે ખેડૂતોએ નકલી બિયારણને ઓળખવા જરૂરી બની જાય છે. કારણ કે, જો ખેડૂતો બિયારણની ખરીદીમાં જ છેતરાય તો તેમની પુરી સીઝન એળે જાય છે. ખેડૂતોએ નકલી બિયારણ વાવીને પછતાવાનો વારો ના આવે તે માટે તેમણે કેટલીક બાબતોની કાળજી રાખવી જરૂરી છે.  

ખેડૂતો જે બિયારણ ખરીદી છે તે કપાસનું અસલી બિયારણ નિયત પેકિંગમાં હોવું જોઈએ. તેના પર બોલગાર્ડનો સરકાર માન્ય સિક્કો હોવો જોઈએ. આ ઉપરાંત મેન્યુફેક્ચર અને માર્કેટરનું નામ દર્શાવેલું હોવું જોઈએ, લોટ નંબર દર્શાવેલો હોવો જોઈએ, ડેટ ઓફ ટેસ્ટિંગ અને વેલીડિટી ડેટ હોવી જોઈએ અને અંકુરણની ટકાવારી દર્શાવી હોવી જોઈએ.

બિયારણ વધુ માહિતી માટે 
કપાસ અહીં ક્લિક કરો
ઘઉં અહીં ક્લિક કરો
દિવેલા અહીં ક્લિક કરો
મગફળી અહીં ક્લિક કરો
સોયાબીન અહીં ક્લિક કરો
રાયડો અહીં ક્લિક કરો
ચણા અહીં ક્લિક કરો
મગ અહીં ક્લિક કરો
ડુંગળી અહીં ક્લિક કરો
આ ઉપરાંત ફિઝીકલ ક્યોરિટી દર્શાવેલી હોવી જોઈએ, ગ્રો આઉટ ટેસ્ટ વિગત દર્શાવેલી હોવી જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર પણ દર્શાવેલો હોવો જોઈએ. કારણ કે, ડુપ્લિકેટમાં કોઈ પણ પ્રકારનું લખાણ હોતું નથી. તેઓ પોતાની રીતે વેરાયટી લખી નાખે છે. તેમના બિયારણ પેકીંગમાં પણ થેલીનો ઉપયોગ કરવામાં આવે છે.

ખેડૂતો કઈ રીતે ઓળખશે નકલી છે કે અસલી બિયારણ

નકલી બિયારણમાં કોઈ લખાણ હોતુ નથી

નકલી બિયારણમાં GST નંબર ખોટો હોય છે

નકલી બિયારણની બેગમાં નિયમો લખાયેલા હોતા નથી

નકલી બિયારણ સસ્તુ મળતુ હોય છે

નકલી બિયારણની સરખામણીએ અસલી બિયારણ મોંઘુ હોય છે

નકલી બિયારણમાં બીલ પણ ખોટા હોય છે
નકલી બિયારણની બેગમાં ભળતુ લખાણ કરી ખેડૂતોને છેતરે છે

નકલીમાં GOT જ્યારે અસલી બિયારણની બેગમાં GOVT લખેલુ આવે છે

ખેતીએ જમીન,પાણી અને હવામાનને આધારિત છે પરંતુ તેના સિવાય બિયારણ, જંતુનાશક દવા,ખાતર અને ખેતીને લગતા દરેક પ્રશ્નોનું પણ સમયસર અને સચોટ નિવારણ પણ અગત્યનો ભાગ ભજવે છે. બસ આવી દરેક બાબતોને ધ્યાનમાં લઈને એગ્રીબોન્ડ ખેડુતો માટે પૂછો પ્રશ્ન દ્વારા ખેતીના દરેક પ્રશ્નોનું નિવારણ આપે છે.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર