ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાઈ

આજે ગુજરાતની બે ધરા ફરીવાર ધ્રુજી છે. કચ્છ અને નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

ભચાઉના ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતાનો આંચકો ગત રાત્રિના 10.10 મિનિટે અનુભવાયો હતો. તો નવસારીના વાસંદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે.
આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયું છે. આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો : PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ અહીંથી 

વાંસદામાં સવારે 10.27 મિનિટે 3.3 તીવ્રતાનો આંચકો
નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં ઘણી વખત ભૂકંપના હલવા આંચકા આવ્યા છે. ત્યારે આજે 10.27 મિનિટે 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
વાતાવરણમાં આવતા ફેરફાર સહિત જમીનની નીચે આવેલી પ્લેટમાં આવતા ફેરફારને કારણે અથવા કેલીયા અને જૂજ ડેમમાં આ વખતે પાણીની આવક વધી છે તેને કારણે સંભવિત રીતે ભૂકંપના આંચકા હોવાનું અનુમાન ડીઝાસ્ટર દ્વારા સેવામાં આવી રહ્યું છે.

ભચાઉમાં રાત્રે 10.10 મિનિટે 3.6 તીવ્રતાનો આંચકો
ગત રાત્રિના 10.10 મિનિટે ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર બેટ પરના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતા ધરાવતો આંચકો આવતા સ્થાનિક લોકોમાં પણ તેના અનુભવની અરસપરસ પૂછપરછ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વાગડ વિસ્તારમાં આફ્ટરશોકનો શીલસિલો સતત ચાલુ રહ્યો છે. આજ માસની તા. 2ના ભચાઉથી 13 કિલોમીટર દૂર 3.4નો આફ્ટરશોક નોંધાયો હતો. જ્યારે તા. 18 સેપ્ટેમ્બરના રાપરથી 7 કિલોમીટર દૂર 3.2ની તીવ્રતાનો આંચકો રિકટર સ્કેલ પર અંકિત થયો હતો. જોકે, આ આંચકાઓ નુકશાનજનક નથી.

વાંસદામાં અવારનવાર આચકા અનુભવાય છે

વાંસદા તાલુકામાં અવારનવાર ભૂકંપના હળવા આચકા અનુભવાતા હોય છે. દોઢ વર્ષ અગાઉ ગાંધીનગરથી સિસ્મોલોજીકલ સર્વેની ટીમ વાંસદાની મુલાકાતે આવી હતી અને ભૂકંપને લઇને રિચર્ચ કર્યું હતું, જોકે કોઈ ચોક્કસ કારણ જાણવા મળી શક્યું ન હતું.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અહીં ક્લિક કરો
ફોન આવે તેનું નામ બોલશે આ એપ્લિકેશન
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો