Download Birth Certificate in Gujarat Online – જન્મ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરો

Download Birth Certificate in Gujarat Online: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા eolakh Gujarat Portal દ્વારા હવે તમે તમારું અથવા તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર માત્ર 1 મિનિટમાં ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. તમારે મ્યુનિસિપલ કચેરી કે ગ્રામ પંચાયત જવાની જરૂર નહીં પડે. આ સેવા સંપૂર્ણ રીતે મફત અને સુરક્ષિત છે.

જો તમારું પ્રમાણપત્ર ગુમ થઈ ગયું છે, તો પણ તમારે ફરીથી મેળવવા માટે ફરીથી અરજી કરવાની જરૂર નથી. તમે નીચેના સ્ટેપ્સ પ્રમાણે તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરમાંથી Download Birth Certificate Gujarat Online કરી શકો છો.

Download Birth Certificate in Gujarat Online

સેવા જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ
પોર્ટલ eolakh Gujarat Portal
વેબસાઇટ https://eolakh.gujarat.gov.in
કેવી રીતે ડાઉનલોડ કરવું મોબાઇલ નંબર અથવા એપ્લિકેશન નંબર વડે
આવશ્યક વિગતો જન્મ તારીખ, મોબાઇલ નંબર, કેપ્ચા
પ્રમાણપત્રનું ફોર્મેટ PDF (ડાઉનલોડ કરી શકાય તેવું)
કોણ ઉપયોગ કરી શકે માતા-પિતા, ધારક વ્યક્તિ

જન્મ દાખલો કેવી રીતે ડાઉનલોડ કરવો? (Step-by-Step Guide)

Step 1 : વેબસાઈટ ખોલો: જાઓ https://eolakh.gujarat.gov.in

Step 2 : Download Certificate વિકલ્પ પસંદ કરો: હોમપેજ પરથી Download Certificate પર ક્લિક કરો.

Step 3 : Birth પસંદ કરો: Event Type તરીકે Birth પસંદ કરો.

Step 4 : જરૂરી માહિતી દાખલ કરો: મોબાઇલ નંબર અથવા એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને Captcha કોડ દાખલ કરો.

Step 5 : Search Data પર ક્લિક કરો: તમારું પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો તે તરત સ્ક્રીન પર દેખાશે.

Step 6 : Download બટન પર ક્લિક કરો : તમારું જન્મ પ્રમાણપત્ર PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઇ જશે.

હવે Gujarat માં જન્મ દાખલો મેળવવો ખૂબ જ સરળ બન્યું છે. તમે માત્ર મોબાઇલ અને થોડી માહિતી વડે સરળતાથી તમારું Download Birth Certificate Gujarat Online કરી શકો છો. આ સેવા દરેક વિદ્યાર્થી અને વાલીઓ માટે ખૂબ ઉપયોગી છે.

જો તમારું દાખલો હજુ સુધી ડાઉનલોડ કર્યો નથી, તો આજે જ eolakh Portal નો ઉપયોગ કરીને તે મેળવો.