ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી જાણો તમામ તહેવારોની સાચી તારીખ-મુહૂર્ત

આપણે બધા જાણીએ છીએ કે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસના દિવસે શરૂ થાય છે અને ભાઈ દૂજના દિવસે સમાપ્ત થાય છે.

દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણા ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે.

અને તેના બીજા દિવસે કારતક મહિનાની શરૂઆત થાય છે અને ગુજરાતીઓના નવા વર્ષની પણ શરૂઆત થાય છે.
ધનતેરસ 2022 તારીખ અને શુભ મુહૂર્ત

તમને જણાવી દઈએ કે આ વર્ષે લોકો મૂંઝવણમાં છે કે 22 કે 23 ઓક્ટોબરે કયા દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવો. નોંધનીય છે કે ત્રયોદશી તિથિના પ્રદોષ સમયગાળામાં દેવી લક્ષ્મીની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે.

આ વર્ષે ત્રયોદશી તિથિમાં પ્રદોષ કાળમાં 22 ઓક્ટોબરે લક્ષ્મી પૂજાનો શુભ મુહૂર્ત આવી રહ્યો છે. જેના કારણે 22 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે.
ધનતેરસ 22 ઓક્ટોબર શનિવારના રોજ સાંજે 6:02 કલાકથી શરૂ થઈને બીજા દિવસે 23 ઓક્ટોબરના રોજ સાંજે 6:03 કલાકે પૂરી થશે. 22 ઓક્ટોબરે ધનતેરસ પૂજાનો શુભ સમય સાંજે 7:01 કલાકે થી શરૂ થશે અને રાત્રે 8:17 કલાક સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે શુભ સમયે લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચો : સારા સમાચાર, ઘર ખરીદવું થયું સસ્તું! SBI-HDFCની યોજના સાંભળીને તમે આનંદથી ઉછળી જશો

કાળી ચૌદશ 2022 તારીખ અને શુભ મુહૂર્ત

આ વર્ષે કાળી ચૌદશની પૂજા 23 ઓક્ટોબરની રાત્રે કરવામાં આવશે અને 24 ઓક્ટોબરે દિવાળીની સાથે કાળી ચૌદશ પણ ઉજવવામાં આવશે.
દિવાળી 2022 તારીખ અને શુભ મુહૂર્ત

આ વર્ષે દિવાળી 24 અને 25 ઓક્ટોબર એમ બે દિવસ ઉજવવામાં આવી રહી છે. પણ 25 ઓક્ટોબરે અમાસની તિથિ પ્રદોષકાળ પહેલા સમાપ્ત થઈ રહી છે. 24 ઓક્ટોબરણઆ રોજ પ્રદોષ કાળમાં અમાસની તિથિ હશે. એટલા માટે આ વર્ષે 24મી ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. 

આ પણ વાંચો : હવે ઘરે બેઠા ટિકિટ બુક કરાવો અને જાણો બસનો ટાઇમ અને લાઈવ લોકેશન, સંપૂર્ણ વિગત જાણો.

ભાઈ બીજ 2022 તારીખ અને શુભ મુહૂર્ત 

આ વર્ષેભાઈ બીજ 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે જ ઉજવવામાં આવશે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.