ભારતમાં પ્રથમ ગુજરાતી ભાષામાં ડીજીટલ ખેડૂત તાલીમ : લકકી વિજેતાને મળશે આકર્ષક ઈનામ

ભારતમાં પ્રથમ ગુજરાતી ભાષામાં ડીજીટલ ખેડૂત તાલીમ – લકકી વિજેતાને મળશે સોનાનો સિક્કો એ પણ નિશુલ્ક, એગ્રીબોન્ડ ભારતમાં પ્રથમવાર ગુજરાતી ભાષામાં ડીજીટલ ખેડૂત તાલીમ લાવ્યું છે.

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ માં આપ ઓનલાઈન પરીક્ષા આપી શકો છો. પરંતુ પરીક્ષા આપતાં પહેલાં તેનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે માટે એગ્રીબોન્ડ દ્વારા ખેતીના નવ રત્નો” પુસ્તકને અનુસરીને વિગતવાર વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યાં છે. જેથી આપ બધા મુદ્દાઓને સરળતાથી સમજી શકો અને પરીક્ષામાં આપેલા બધા પ્રશ્નો નો સાચો જવાબ આપી શકો.

મહત્વપૂર્ણ લિંક 

ખેડૂત તાલીમ ભાગ લેવા અહીં ક્લિક કરો

આ તાલીમ ૨૦૨૩ આખાં વર્ષ દરમિયાન ચાલશે અને જેના માટે કોઈપણ પ્રકારની ફી ( રૂપિયા ) લેવામાં આવતી નથી. ખેડૂત તાલીમનો સંપૂર્ણ અભ્યાસ કર્યો બાદ જ પરીક્ષા આપવી.

આ સાથે જે દર મહિને જે ખેડૂત મિત્રો A+ ગ્રેડ સાથે પરીક્ષા પાસ થશે તેમનું એગ્રીબોન્ડ દ્વારા સન્માન થશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે. અહીં જેટલા પણ ખેડૂત મિત્રો A+ ગ્રેડ લાવશે માત્ર તેમની વચ્ચે જ લકકી ડ્રો થશે અને આ લકકી ડ્રો પણ લાઈવ કરવામાં આવશે. જેથી પારદર્શકતા જળવાઈ રહે.

આ લકકી ડ્રો માં જે વિજેતા હશે તેમને એગ્રીબોન્ડ દ્વારા  ગ્રામ સોનાનો સિક્કો પ્રોત્સાહિત ઈનામ સ્વરૂપે મળશે. 

આ ઈનામ માત્ર ખેડૂત મિત્રો ને પ્રોત્સાહિત કરવા માટે છે. ખેડૂત તાલીમ નો મુખ્ય હેતુ બધા જ ખેડૂત મિત્રો ને શિક્ષિત કરીને સામાજીક અને આર્થિક સમૃદ્ધ કરવા અને સર્ટિફિકેટ આપીને એક ઉદાહરણ પૂરું પાડવું છે કે દરેક ખેડૂત શિક્ષિત છે.

ખેડૂત તાલીમ ભાગ લેવા અહીં ક્લિક કરો