MCX વાયદાની મંજુરીમાં વિલંબ : કપાસના ભાવમાં મોટો કડાકો જોવો.

સેબી દ્વારા MCX કોટન જાન્યુઆરી વાયદાને હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. MCX કોટન ડિસેમ્બર વાયદો 30 ડિસેમ્બરે એક્સપાયર થશે અને નવો વાયદો હજુ શરૂ થશે કે નહિં એ અંગે બજારમાં અવઢવ છે.

જે વેપારીઓએ ડિસેમ્બર વાયદોમાં ખરીદી કરેલ છે તેઓ પાસે આગળના વાયદામાં ફોરવર્ડ થવાનો વિકલ્પ જ નથી. આથી સોમવારે MCX કોટન ડિસેમ્બર વાયદામાં જોરદાર વેચવાલી જોવા મળી. જેની અસરથી વાયદો સવા બે ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો.




વાયદા બજારની અસરથી કપાસના હાજર બજારની મંદીને વધુ વેગ મળ્યો અને મંગળવાર રાજ્યભરના યાર્ડોમાં કપાસના ભાવમાં રૂ.50 થી રૂ.100 સુધીનો ઘટાડો જોવા મળ્યો.

મોટાભાગના યાર્ડોમાં રૂ.1600થી રૂ.1650ની સપાટીની વચ્ચે કપાસની હરાજી થઇ. ચીનમાં વકરી રહેલ કોરોના સંકટના લીધે પણ વૈશ્વિક સ્તરે ચિંતાજનક માહોલ ઉભો થયો છે.




ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો