સૌરાષ્ટ્રમાં આંધ્ર પ્રદેશના સ્ટોકનાં કપાસની આવકોથી ભાવ દબાયાં

સૌરાષ્ટ્રમાં આંધ્ર પ્રદેશના સ્ટોકનાં કપાસની આવકોથી ભાવ દબાયાં.

સૌરાષ્ટ્રમાં આંધ્રનાં સ્ટોકનાં કપાસનાં માલની આવકો પણ છેલ્લા બે-ત્રણ દિવસથી શરૂ થઈ છે. ત્રણ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા ૨૧૭૫ થી ૨૨૦૦ નાં ભાવ હતાં.
અમરેલી, આટકોટ અને ઢસામાં આંધ્રનાં કપાસના વેપારો થયા હતાં.મહારાષ્ટ્રની માત્ર ત્રણ-ચાર ગાડીની આવક હતી અને તેનાં ભાવ રૂપિયા ૨૦૫૦ થી ૨૧૦૦ પ્રતિ મણનાં હતાં. 

સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસની ૧૫૦૦ થી ૨૦૦૦ મણની આવક હતી. વેપારીઓનાં મતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સરેરાશ બેસ્ટ કપાસનાં ભાવ રૂપિયા ૨૧૦૦ થી ૨૨૦૦, મિડીયમનાં રૂપિયા ૨૦૦૦ થી ૨૧૦૦ હતાં. નબળો કપાસ રૂપિયા ૧૭૫૦ થી ૧૮૦૦માં ખપતો હતો.
આ પણ વાંચો :

➤Ikhedut Portal 2022 પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો.

➤ikhedut Portal પર અરજી કેવી રીતે કરવી.

➤4 લાખ સુધીની લોન મળશે તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.