શનિવાર અને રવિવારે મેઘો જામશે / આવતી કાલથી આટલા જીલ્લામાં વરસાદ જોર વધશે; જાણો ક્યાં?

ઉત્તર ગુજરાત લાગુ કચ્છ વિસ્તાર અને રાજસ્થાન-પાકિસ્તાન લાગુ વિસ્તારો ઉપર સર્ક્યુલેશન સર્જાવાને કારણે આવતી કાલે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. જે જીલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે.

આગોતરી આગાહી શું કહે છે? Wether મોડેલ મુજબ 25થી 27 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો ફરીથી નવો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડમાં ઉત્તર કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનનાં વિસ્તારો વરસાદ વધારે તરબોળ થશે તેવું હાલ પ્રારંભિક અનુમાન છે.
આ પણ વાંચો : 6 જિલ્લામાં રેડ એલર્ટ:આવતીકાલથી 27 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા.

જિલ્લા મુજબ માહિતી:- સંપૂર્ણ કચ્છ જિલ્લો જેમાં બનાસકાંઠા લાગુ વિસ્તાર કચ્છમાં વધારે, બનાસકાંઠા સાબરકાંઠા, પાટણ મહેસાણા, મોરબી લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી છે.

આ પણ વાંચો : આવતી કાલથી વરસાદનો નવા રાઉન્ડનો પ્રારંભ ! સાવધાન આ જિલ્લામાં એલર્ટ જાહેર

જ્યારે એમને લાગુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા ગણવી. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સામાન્ય હળવા ઝાપટા નોંધાશે ભારે વરસાદની શક્યતા નથી.
ગુજરાતમાં છેલ્લે જે વરસાદ રાઉન્ડ નોંધાયો છે તેમાં ઉત્તર ગુજરાતમાં ઓછો (9 ઇંચ) વરસાદ પડ્યો છે અને ત્યાં સારા વરસાદની જરૂર છે. ત્યાં જ ફરી સારા વરસાદની આગાહી જણાઈ રહી છે. ગુજરાતનાં ભાગોમાં 22-23 તારીખે સામાન્ય હળવા ઝાપટાં જ જોવા મળશે. કોઈ ભારે વરસાદ ની આગાહી જણાતી નથી. 

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર