સાવધાન ગુજરાત : આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આટલા જિલ્લાઓ સાવધાન

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેમાંથી આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજ્યના મોટાભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
હાલ સૌરાષ્ટ્ર અને તેની પાસે આવેલા અરબી સમુદ્ર પર લૉ પ્રેશર એરિયા પહોંચ્યો છે. જેના કારણે 12 અને 15 ઑગસ્ટ કચ્છ તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ જે બાદ આ વરસાદી સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્ર તરફ જતી રહેશે.

આ પણ વાંચો

હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, મહીસાગર માં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે.
આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની શકયતા છે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે-સાથે દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરોનોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો