Budget 2025 LIVE Updates : ખેડૂતોને મોટી રાહત આપી શકે છે સરકાર, અહીં મેળવો કૃષિ ક્ષેત્રની મહત્વની જાહેરાત વિશે જાણકારી

Budget 2025 LIVE Updates : આજે બજેટ 2025માં સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો બજેટમાં કૃષિ ક્ષેત્રને થનારી જાહેરાતો વિશે.

આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થઈ રહ્યું છે. લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે આ બજેટમાં થનારી જાહેરાત સામાન્ય જનતાને મોટી અસર કરશે. ઇન્કમ ટેક્સ સ્લેબ સિવાય મધ્યમ વર્ગ માટે ઘણી એવી વસ્તુઓ છે, જે આ બજેટ બાદ સસ્તી તો કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

સામાન્ય રીતે, બજેટમાં કેટલાક ક્ષેત્રોમાં ટેક્સ વધારો અથવા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગુ કરવામાં આવે છે, જેના પરિણામે તે ક્ષેત્ર સંબંધિત વસ્તુઓના ભાવ વધે છે. જ્યારે કેટલાક ક્ષેત્રના પ્રોડક્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવામાં આવે છે અથવા સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે, જેના કારણે તે પ્રોડક્ટના ભાવ ઘટે છે. આ કારણે, બજેટના નિર્ણયો બજારના ભાવ પર સીધી અસર કરતા હોય છે.

શું થયું સસ્તું?

  • 36 કેન્સરની દવાઓ
  • તબીબી ઉપકરણો
  • ઈલેક્ટ્રિક વાહનો (EVs)
  • LCD, LED ટીવી
  • ભારતમાં બનેલા કપડાં
  • 82 વસ્તુઓમાંથી સેસ દૂર
  • બેલ્ટ
  • લેધર જેકેટ
  • હેન્ડલૂમ કપડાં
  • જૂતા
  • પર્સ
  • મોબાઇલ ફોનની બેટરી