વરસાદના આક્રમક રાઉન્ડ માટે ફરી રહો તૈયાર, રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

meteorological department, RAIN FORECAST, RAIN IN GUJARAT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન આગાહી, હવામાન વિભાગ

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આગામી આ બે દિવસ દરમિયાન બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદજોવા મળી રહ્યો છે. નદી-નાળાઓ ઓવરફ્લો થઇ રહ્યા છે, ત્યારે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં ગુજરાતની વાત કરીએ તો આવનારા બે દિવસ મહત્વના હોઇ શકે છે.
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આગામી આ બે દિવસ દરમિયાન બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારેમોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વરસાદની આગાહીની વાત કરીએ તો, લોકોએ વરસાદના આક્રમક રાઉન્ડ માટે ફરી તૈયાર રહવું પડશે. આવતી કાલે 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મંગળવારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલ સોમવારે રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
22 ઓગસ્ટ: આવતીકાલે સોમવારે રાજ્યમાં સર્વત્ર વરસાદ ખાબકી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને પાટણને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાટણમાં વરસાદને લઇને કોઇ ખાસ વોર્નિંગ નથી. પરંતુ રાજ્યમાં મોટાભાગે થન્ડર સ્ટ્રોમ એટલે કે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે આ આગાહી કરવામાં આવી છે.
23 ઓગસ્ટ: મંગળવારનો દિવસનો ગુજરાત માટે મહત્વનો છે. કેમ કે, 23 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને તમામ રાજ્યોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મંગળવારે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે બનાસકાંઠા, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. મંગળવારે અને બુધવારે દરિયાકાંઠે 65 કિમી સુધીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો