હવામાન ખાતાએ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આજે રાત્રે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.
આજે રાત્રે બનાસકાંઠા, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં સારો એવો વરસાદની આગાહી કરવામાં આવી છે.
પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ ઓછો પડયો છે. જેના લીધે પાકો સુકાઈ રહ્યા છે. ભાદરવા મહિનામાં જે પાકો લેવામાં આવતા એ પાકો હજુ સૂકા છે. જેના લીધે ખેડૂતોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી બાજુ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
તારીખ 8 : સપ્ટેમ્બરના રોજ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી છે.
તારીખ 9: સપ્ટેમ્બરના રોજ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે.
તારીખ 10: સપ્ટેમ્બરના રોજ તાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અહીં ક્લિક કરો | |
Home | અહીં ક્લિક કરો |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.