Short Briefing: 7/12 Utara Online | Urban/Rural Area Land Records | Gujarat Bhulekh Naksha Online | Gujarat માં Online 7/12 Utara Download કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે.
આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડિજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
AnyRoR Gujarat
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં ઈ-ગવર્નન્સના પ્રયાસોના ભાગરૂપે જમીનના ગામ નમૂના 7/12 અને 8-અ ની નકલ મેળવી શકાશે. ખેડૂતો પોતાના Bhulekh Naksha સરકારના અધિકૃત પોર્ટલ મેળવી શકાશે. જેથી Gujarat Bhulekh Land Records કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં.
7 12 Utara & 8-A શું છે?
ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRoR | https://anyror.gujarat.gov.in/ |
Official Website i-ORA | https://iora.gujarat.gov.in/ |
AnyRoR @Anywhere પર ઉપલબ્ધ સેવાઓ
Revenue Department, Government of Gujarat વેબપોર્ટલ પર ખેડુતો માટે ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જેમાં AnyRoR Gujara Portal પર ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
- Digitally Signed ROR
- View Land Record – Rural
- View Land Record – Urban
- Property Search
- Online Application (IORA)
- CM Relief Fund Contribution