Home Anyror Gujarat 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | Anyror Gujarat 7/12 Online

7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | Anyror Gujarat 7/12 Online

2061

7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | Anyror Gujarat 7/12 Online | 7/12 Utara Online | Urban/Rural Area Land Records | Gujarat Bhulekh Naksha Online |Anyror Gujarat 7/12 Online Check Gujarat Land Records 7/12 (Satbara Utara) Online

ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ  જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.

ગુજરાત સરકારે આપી મોટી સગવડ 7/12, 8-અના ઉતારા હવે ઑનલાઈન તમે જ કાઢી શકશો

➤ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે

નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે 

➤જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત-સંસ્થા કરી શકશે

કઈ લીંકનો ઉપયોગથી નીકળશે ઉતારા




જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે.

આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR  અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે.




આ સાથે ઘણી વખત તમે તામ્રી જમીનના 7/12 નો ઉતારો કઢાવવા માટે પણ ઘણી બધી મહેનત કરી હશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 7/12 હેઠળ

ગુજરાત રાજ્ય સરકાર 225 તાલુકો અને 26 જિલ્લાઓના જમીન રેકોર્ડ પ્રદાન કરી રહી છે. કોઈપણ આરઆર પોર્ટલ એ ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ એક સત્તાવાર વેબસાઇટ છે. તો ખાસ જાણીલો 




ગ્રામ્ય જમીનનો રેકર્ડ

➤7/12 ઉતારા અહીંયા ક્લિક કરો

➤8-અ ઉતારા : અહીંયા ક્લિક કરો

શહેરી જમીનનો રેકર્ડ

➤7/12 ઉતારા : અહીંયા ક્લિક કરો

➤8-અ ઉતારા : અહીંયા ક્લિક કરો

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે.

Jamin na Utara કેવી રીતે ડાઉનલોડ કરવા તેની સ્ટેપ બાય સ્ટેપસ માહિતી મેળવીશું.




સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in)  તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.

AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.

તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો.  જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.

કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.




મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.

ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.

તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.

ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.




હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.

જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.

નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.

પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.




ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.

Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.

ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.

ડીજીટલ ગામ નમૂના નંબર માં સામેલ QR Code ની નીચે યુનિક નંબર https://anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને પણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને ચકાસણી કરી શકાશે.