હવામાન વિભાગની આગાહી વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો શું ?

ગુજરાતમાં અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો આવી શકે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. 30 અને 31 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા છે.




ઉત્ત ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આજથી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઑગષ્ટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.




5 સપ્ટેબર સુધી વરસાદની શક્યતા છે. 8 થી 11 સપ્ટેબર કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો::આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદના કોઈ અણસાર નથી. હવામાન ખાતાના અપડેટ અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી છે. તો કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે.




અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો