નવરાત્રીમાં વરસાદ : 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો દેખાશે : અંબાલાલની નવી આગાહી

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ આગાહી કરી છે




26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો : અંબાલાલ પટેલ

અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે.26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે  જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.




ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ : અંબાલાલ પટેલ

અંબાલાલે વધુમાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો આજે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરોઅહીં ક્લિક કરી.

નવરાત્રિના દિવસો દરમ્યાન સામાન્ય વરસાદ થઈ શકે : હવામાન વિભાગ




હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજ ના ભાવ 
સોના અને ચાંદી માટે અહીં ક્લિક કરો.
પેટ્રોલ અને ડીઝલ માટે અહીં ક્લિક કરો.

બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આજે અને  24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.

*(સોર્સ- vtvgujarati.com)




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.