કડકડતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ અઠવાડિયે આટલા વિસ્તારોમા ખાબકી શકે છે કમોસમી વરસાદ

ગુજરાતમા ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. આજથી આવનારા ત્રણ દિવસ સુધી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતમાં 24, 25, 26 સુધી કડકડતી ઠંડી પડશે. ડિસેમ્બર માસ કરતા પણ આ મહિને ઠંડીનુ જોર રહેશે.

ઉત્તર ગુજરાતના રહેવાસીઓને બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઠંડીનું વાતાવરણ રહેશે.




આ વિસ્તારોમા પડી શકે છે કમોસમી વરસાદ

હવામાન જાણકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઠંડીની સાથે વરસાદ પણ પડશે. રવિ સિઝનમાં જ લણણીના સમયે સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલે 23 થી 29 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરી છે.

અમુક જગ્યાએ કમોસમી વરસાદ પડી શકે છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 

આ 3 દિવસ તાપમાનમાં થશે ઘટાડો




રાજ્યમાં ફરી એકવાર ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રણથી ચાર દિવસ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરમાં પારો ગગડશે.

આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યમાં આવી રહેલી કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ અનુદાનિત અને બિન-અનુદાનિત શાળાઓના સંચાલકોને પરિપત્ર બહાર પાડી દીધો છે. સવારની શિફ્ટના સમય માટે સવારે 8 વાગ્યાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.