ગુજરાતમાં સાતમ-આઠમ પછી પણ આટલા દિવસ સુધી રહેશે વરસાદનું જોર, અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઇને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી, સપ્ટેમ્બરમાં પણ વરસાદ આવશે




ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આજે તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે આગામી 24 ઑગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. 



હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.  રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે તેમ જણાવ્યું. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમા ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.

રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી




રાજ્યમાં 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો
➤મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીં ક્લિક કરો!

➤વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ જોવો અહીં ક્લિક કરો!

➤સ્ટેચ્યુ ઑફ યુનિટી ઘરે બેઠા મુલાકાત કરો અહીં ક્લિક કરી!

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત  મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.  




અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Source : https://www.vtvgujarati.com/