એલર્ટ ગુજરાત ભારે વરસાદની આગાહી : આજે અને આવતીકાલે આટલા વિસ્તારો અતિભારે વરસાદ, આટલા જિલ્લાઓ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 તારીખ સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




આજે અને આવતીકાલે અતિભાર વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

જ્યારે પોરબંદર, અમરેલી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




સુરત, તાપી, વડોદરા, આણંદ, મહેસાણા, પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ આવતી કાલે વરસાદનું સારું એવું જોર રહેશે.




જ્યારે જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અમરેલી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

11 ઓગસ્ટ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં  ભૂક્કા બોલાવે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 6 જીલ્લામાં રેડ એલર્ટ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ અને ડાંગમાં (રેડ એલર્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.




ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને બાકી રહેલા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં સરેરાશ રાજ્યમાં 50 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. પરંતુ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.




આ પણ વાંચો

12 તારીખે વરસાદને લઈને વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાનાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને અરવલ્લી આ જીલ્લાનાં વિસ્તારોમાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો