અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો થયા પાણી પાણી જોવો.

અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વેજલપુર, પ્રહલાદનગર, સેટેલાઇટ, જોધપુર, જીવરાજપાર્ક, એસ.જી. હાઇવે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

અમદાવાદમાં રસ્તા પાણી પાણી
અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બપોર પછી અચાનક જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળ છવાયા હતા. જે પછી અવિરત મેઘ મહેર જોવા મળી. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેના કારણે અમદાવાદીઓને ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાથી હાલાકી
અમદાવાદ પૂર્વમાં નારોલ, વસ્ત્રાલ, મણિનગર, ખોખરા, ઇસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક લોકો રસ્તામાં જ અટવાઇ ગયા હતા. અનેક લોકોના સાધનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા. વરસાદના કારણે અંધકારમય વાતાવરણ છવાતા વાહનચાલકોને દિવસે પણ ફ્લેસ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.