અમદાવાદમાં કઈ તારીખ સુધી પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી છે.

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે  અમદાવાદમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદમાં 25 જુલાઈ થી 27 જુલાઈ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદમાં 25 જુલાઈ થી 27 જુલાઈ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

રવિવારે અમદાવાદમાં પડેલા વરસાદના કારણે હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વરસાદી પાણી ભરાતા ખાડા ન દેખાવાની સ્થિતિમાં અચાનક વાહન ખાડામાં પટકાતા હાથ, પગ અને કમરમાં મચક આવવાની પણ ફરિયાદ વાહનચાલકોએ કરી હતી. રિંગ રોડ જ નહીં પરંતુ શહેરના આંતરિક અને મુખ્ય માર્ગો પર પણ મોટા ખાડાઓએ લોકોની હાલાકી વધારી હતી.
ટ્રાફિકજામ થતા કલાકો સુધી વાહનચાલકોએ અટવાયેલા રહેવું પડયું હતું. શનિવારે રાત્રે પડેલા વરસાદમાં અજિત મીલ ચાર રસ્તા પર કેડસમા પાણી ભરાતા એક કિ.મી.સુધીનો ટ્રાફિકજામ થયો હતો. ટુ વ્હિલરો બંધ  પડી ગયા હતા, ટેમ્પો, રિક્ષા અને બસ સબિતના વાહનો અધવચ્ચે બંધ  પડી જતા આ જામ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી ટ્રાફિકની સ્થિતિ કથડેલી રહી હતી.
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર