તૈયારીમાં રહેજો! ગુજરાતના 9 જિલ્લાઓમાં 3 દિવસ પડશે ભારે વરસાદ, હવામાન ખાતાની નવી આગાહી, આટલા જિલ્લાઓ

rain pridiction, heavy rain

ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. સોમવાર દરમિયાન અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે મંગળવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી છે.
આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

9 ઓગસ્ટ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ,વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

10 ઓગસ્ટ: દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અમરેલી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો

 

11 ઓગસ્ટ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં  ભૂક્કા બોલાવે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 6 જીલ્લામાં રેડ એલર્ટ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ અને ડાંગમાં (રેડ એલર્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને બાકી રહેલા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરોનોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો