11 જિલ્લા સાવધાન, અતિ ભયંકર વરસાદની આગાહી 🔴 Live

આજે 13 જુલાઈ છે અને 13 જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આગાહી મુજબ અને વેધર મોડલ મુજબ આ 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડે તેવા સંજોગો થોડા ઓછા છે, પરંતુ આવતી કાલે 14 જુલાઈના દિવસે અને રાત્રીના 11 જીલ્લામાં વરસાદ ભુક્કા બોલાવે તેવી પૂરે પૂરી સંભાવના છે.

આવતી કાલ માટે શું કહે છે મોડલ?
દક્ષિણ ગુજરાત લાગુ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ વલસાડ ટુ વેરાવળ કોસ્ટલ ઉપરથી પસાર થાય તેવી સંભાવના છે. જેમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચો :

આગામી 24 કલાક આ 12 જિલ્લાઓ માટે ખતરનાક, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?

હવામાન વિભાગે ક્યાં-ક્યાં જીલ્લામાં ભારે વરસાદ (રેડ એલર્ટ) આગાહી કરી?

હવામાન વિભાગની ઓફિસિયલી વેબસાઈટ મુજબ 14 જુલાઈના રોજ જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટ મુજબ અહીં અતિ ભારે વરસાદની આગાહી ગણવી.
Weather મોડેલ મુજબ કેટલાં જિલ્લાએ સાવધાન રહેવું? 

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવા,દીવ, અમરેલી, જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ગણવી. સાથે અમદાવાદ, ઉત્તર સુરેન્દ્રનગર, મોરબી, હિંમતનગર આજુબાજુના વિસ્તારને પણ વરસાદ માટે થોડું તૈયાર રહેવું. 

15 તારીખે પણ બપોર સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળશે, ત્યાર પછી વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે. આ માહિતી ગુજરાતનાં દરેક વ્યક્તિઓ જાણી શકે અને સતર્ક રહે તે માટે માહિતી ખાસ શેર કરજો.
અહીં ક્લિક કરો
Ikhedut Portal અરજી કરવા માટે  અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર